કોરોનાસંકટ અને સ્ત્રી
કેટકેટલું લખાયુ
આજે થોડા વખાણ પુરુષોના પણ
એક પુરુષ જેને ઘરમાં રસોડું કયાં છે એની પણ કદાચ ખબર નહોતી એણે નાનીમોટી કંઇક રસોઇતો શીખીજ લીધી,
કોઇ એ કચરાપોતા તો કોઈએ કપડાં ધોયા,
કયાક કાતરી પાપડ તો ક્યાંક માળિયા સાફ કરવામાં મદદ કરી
છોકરા ભણાવ્યા, તો ઉઠાં પણ ભણાવ્યા
આ બધાં કામની સાથે જ ઘરના દરેક સભ્યની નાનીમોટી મુશ્કેલીઓ અને જરૂરીયાત નુ વગર કહ્યું ધ્યાન રાખ્યું .
કમાઇ બંધ થઈ ગઈ હતી અને ખરચા વધી ગયાં હતાં અને છતા માથે બરફ મૂકી શાંતિ જાળવી રાખી .
અને આજે
કોરોના વિકરાળ બની રહ્યો છે ત્યારે બહાર ના નાનામોટા કામ પુરુષે પોતાની ઉપર લઇ અને કુટુંબીજનો ને સલામત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે જાણેકે કેમ કોરોના તેમનાથી ડરતો હોય.
દરેક ઘરમાં આવા પુરુષો છે જ
કયાક પિતા તો ક્યાંક પતિ કે પછી પુત્ર
કયાક મીઠુડો ભાઇ કે પછી નટખટ દિયર
આપણી આસપાસ રહેલા દરેક આવા ખડ્ડુસ બહારથી અને લાગણીભીના અંદરથી એવા પુરુષોને ધન્યવાદ
you people are always the backbone of a happy family
#સંકટ