******************
અજાણે એને કાંટો વાગ્યો પગમાં,
ન જાણે કેમ દુખ્યું મારા હૃદયમાં,
******************
એણે કહ્યું આકાશ થી વિશાળ અને સાગર થી ઊંડું કંઈ નથી,
મેં એને કહ્યું તું એક વાર પ્રેમ તો કરી જો,
******************
પ્રેમ થાય તો પુરી દુનિયાથી લડી લઉં,
બસ આજ વહેમમાં કોઈ ખૂણે રડી લઉં,
******************
ખાધી હતી કસમ કે એકજ થાળી માં જમીશું,
સાલું પ્રેમ માં પડયા પછી ભૂખ જ નથી લાગતી,
******************
રામ તો ભગવાન હતા, તો પણ રામાયણ થયું,
અને તું મંદિરે જઈને પૂછે છે મારી સાથે આવું કેમ થયું,
******************
ડુંગર અને સાગર બંને એમ સમજે છે કે નદી એમના માટે વહે છે,
પણ નદી તો આકાશ તરફ જોઈને ચુપચાપ વહે છે
******************
નરેન્દ્ર રાજપૂત…