સસ્તી દોસ્તીની ઘણી હસ્તી ડૂબતી જોઇ
સમયે હજાર મિત્રો આવ્યા ગયા હરકોઇ
રેત પર લખેલા દોસ્ત મિટાવી ગયું કોઇ
દોસ્ત તારા પગલા હ્રદયે ના મિટાવે કોઇ
દોસ્ત તારી જગ્યા કાળજે અનામત હોય
જેમા આંદોલન કરી પડાવે નહીં શકે કોઈ
જીવનમાં ભલે સો મિત્રો મારા નહીં હોય
સો મિત્રો સરખો તું સો ની જરૂર કયાં હોય
હું ગરીબ સુદામાને મારો દોસ્ત કૃષ્ણ હોય
તારી દોસ્તી પામેલ ભાગ્યશાળી જ હોય
પવાર મહેન્દ્ર
૧૮/૦૧/૧૯