એકલામાં સૈનિક સમજી હુકુમ ચલાવ્યા કરેય ખરા
અને
મહેફિલ જામતા રાજાનો તાજ પેહરાવી દે પણ ખરા
..........મિત્ર છે મારા ખરેખરા
દુઃખમાં ખંભે માથું ઢાળી બેફામ રડી જાઈય ખરા
અને
મિત્રતાના સોગધ આપી આપડને રડવા ના દે પણ ખરા
..........મિત્ર છે મારા ખરેખરા
રમતમાં બાજી જડમૂળથી હરાવેય ખરા
અને
શત્રુ સામે હારતા બાજી ફેરવી દે પણ ખરા
..........મિત્ર છે મારા ખરેખરા
મૌન ધરી ક્યારેક કંઇક વાતનું રહસ્ય છૂપાડેય ખરા
અને
કલબલ કરી ક્યારેક માથાની નસ ખેંચી દે પણ ખરા
..........મિત્ર છે મારા ખરેખરા
ખોટું બોલી મસ્તી કરી સથવારે મોજ કરેય ખરા
અને
પાછો ભાંડો ફોડી વાત કાઢી સુડિએ ચડાવે પણ ખરા
........મિત્ર છે મારા ખરેખરા