સવારે ઉઠીને મોબાઇલમાં જુવે કે તેનો મેસેજ છે કે નહીં
email નું inbox પણ ચેક કરે કે તેનો mail છે કે નહીં
શું આ વહેમ છે, વહેમ છે ,વહેમ છે?
અરે ના આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે!
ફોટો કાઢીને એ જુએ વારંવાર લાગે તે એશ્વર્યા જેવી છે
ચારેય દિશાઓમાં બસ એ જ દેખાય લાગે તે અપ્સરા જેવી છે
શું આ વહેમ છે,વહેમ છે,વહેમ છે ?
અરે ના આ તો પ્રેમ છે, પ્રેમ છે ,પ્રેમ છે!
Whatsapp માં એ છે અને ફેસબુકમાં એ જ છે
twitter ની અંદર તેના tweet અનેક છે
આવું કેમ છે ,કેમ છે ,કેમ છે ?
અરે આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે!
એ જ મારી રાધા અને એ જ મારી સીતા છે
હું જ એનો કૃષ્ણ અને હું જ એનો રામ છું
શું આ વહેમ છે, વહેમ છે, વહેમ છે?
અરે ના આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે!
આ કવિતા વાંચ્યા પછી આપ સૌ વિચારતા હશો કે
આ તો મારી જ વાર્તા લાગે છે
શું આ મારો વહેમ છે, વહેમ છે,વહેમ છે?
અરે કેયુર કહે છે આ તમારા સૌનો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે!
- કેયુર શાહ