જન્મદિન મુબારક
_____________
તમારા જીવનની આરસી અમને પ્રેરણા થી મઢે છે,
જન્મદિન તમારો, તમારા જીવન નો રસથાળ ધરે છે,
ગગન વિહારી બધા સપના તમારા ,જમીન ઉપર ઊગે છે,
ઊડે છે આસમાન માં પાંખો તમારી,અને પગ ધરા ને અડે છે,
જીવન તમારૂં મહાસાગર પણ, તોફાની મોજા ક્યાં કોઈ ને નડે છે,
હિમાલય થી ઉતરેલી નદી, જાણે ઉપવન ને હરિયાળું કરે છે
મામા મળજો બધા ને તમારા જેવા, મન પ્રભુ ને પ્રાર્થના કરે છે,
તમારા જન્મ દિવસે કવિરાજ તમને એનું
હ્રુદય ધરે છે.