તમારા હ્રુદય માં રહેવું છે
__________________
આટલું જીવ્યા છતાંય મુજ ને હજી એવું જીવવું છે,
તમારા હ્રુદય માં મુજ ને વસવાટ કરી ને રહેવું છે,
મને ખબર છે કે આજ કાલ મકાન નો ઘણો તોટો છે,
ભાડા ઉપર પણ તેનો ખર્ચો ઘણો મોટો છે
છતાંય તમારી આંખો માં મુજને આંસુ બની ને વહેવું છે,
તમારા હોઠો ઉપર તમારી મુસ્કાન બનીને રહેવું છે,
આજ નો સમય એવો છે કે ' ધીમે ચાલજે એમ લાગણી ' ને મારે કહેવું છે,
મૌન રહીને પણ લાગણી એ ઘણું બધું કહેવું છે
ફાસ્ટ દોડે છે તો પૂર આવી જાય છે,ધીમે ચાલે છે તો દુષ્કાળ વ્યાપી જાય છે,
સંબંધોને ઉગવા માટે લાગણી ની જરૂર પડી જાય છે,
ગુંગળાતા આ જીવનને હજી મોત પછી પણ જીવવું છે,
કિંમત ગમે તે હોય , મારે તમારા હ્રુદય માં રહેવું છે.