*ગઝલ..પછી કહેતો નહીં*
મન ભરીને માણ પછી કહેતો નહીં
જીવ ને પિછાણ પછી કહેતો નહીં.
જ્ઞાનનો ભંડાર છે જો જીવનનો પથ
જાણવું હો જાણ પછી કહેતો નહીં.
ને કર્યા હો ખૂબ તે કુકર્મો ભલે
થાય તાણમ તાણ પછી કહેતો નહીં.
જો અખિલ બ્રહ્માંડ છે તારામાં બધું
તું જ છે પુરાણ પછી કહેતો નહીં.
ટૂંકું છે જીવન તો કરી લે પુણ્ય તું
છૂટશે જો પ્રાણ પછી કહેતો નહીં..
✍ જીતેન્દ્ર પરમાર "રોશન"..