સલામ એમને જે
1 જીવના જોખમે અત્યંત તકલીફો સહન કરતાં કરતાં
કલાકો સુધી ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે
એવા ડૉકટર અને એમના સહ કર્મચારીઓને,
2 રોગચાળો અટકાવવાની જવાબદારી સરકારની અને બીજા
નવરાઓની છે એમ માની માસ્ક વગર આડેધડ
ફરતા,સાવચેતી ન દાખવતા મૂર્ખો ને રોકતા પોલીસ
કર્મચારીઓને,
3 થીજાવી દેતી, જાનલેવા ઠંડીમાં નિર્જન જગ્યાએ કલાકો ઉભા રહી આપણું રક્ષણ કરતા રહ્યા છે એવા સૈનિકોને
આમાનાં કોઇ કફનમાં વીંટળાઇને આવે ત્યારે સલામ કરવાની રાહ ન જોવાય.
-- વર્ષા શાહ
#સલામ