દેશના અમુક લાલને મારી આ કલમ સલામ કરે છે,
લખી છે યશગાથા મેં એમની જે સારા કામ કરે છે.
લખાય જાય છે સત્ય મારી આ કલમથી આ દેશનું,
થોડાક છે સાહિત્યના દલાલ જે મને બદનામ કરે છે.
લડે છે ખોટી નામના અને ખોટી વાહ - વાહ માટે જે,
કરે છે નકલ બીજાની અને ખોટી જે ધમાલ કરે છે.
પુસ્કારની લાલચમાં જેઓ કલમને ગીરવે મૂકી આવ્યા,
સ્વાભિમાનને મારી નાખી, તેજોરી માલામાલ કરે છે.
એક વિદુષક રાજા બન્યો, દરબારમાં એક ઢોંગી કવિ,
આવે છીંક રાજાને અને કવિની કલમ પ્રણામ કરે છે.
જે છોડી છે દેશની પીડા, વેદના અને અન્યાય લખવાનું,
ભારતમાતાને છોડી, નેતાના ચરણોને જે ધામ કહે છે.
મનોજ ખતરો છે દેશના આવા જ ચાપલુસોથી દેશને,
છોડી કલમનો ધર્મ જે સત્તાને ખુશ કરવાનું કામ કરે છે.
મનોજ સંતોકી માનસ
#સલામ