સાથે રહેવાથી જ ખુશી મળે છે, કહે છે કોણ આ??
કેટલીક વાર દૂર રહેવાથી પણ પ્રેમ વધે છે.
ખુશી તો ત્યારે મળે છે જ્યારે દૂર હોવા છતાં મુશ્કેલી માં સાથ મળે છે.
ખુશી તો મળે છે ત્યારે જ્યારે તે તમારી દરેક વસ્તુ ને પ્રેમથી સંઘરી મુકે છે.
ખુશી તો મળે છે ત્યારે જ્યારે સંબધમાં લાભ વગર રહેવાનો અહેસાસ મળે છે.
ખુશી તો મળે છે ત્યારે , જ્યારે તે બધી વાતો વિના સંકોચે મૂકે છે તમારી સામે.
ખુશી તો મળે છે ત્યારે, જ્યારે દૂર હોવા છતાં કોઈ અવરોધો નડતા નથી.
ખુશી તો મળે છે ત્યારે, જ્યારે દૂર હોવા છતાં અઢળક વિશ્વાસ મળે છે.
ખુશી તો મળે છે ત્યારે, જ્યારે મિત્રતા ને પ્રેમમા સંતુલન જળવાય છે.
ખુશી તો મળે છે ત્યારે, જ્યારે સબંધ જીવંત છે તેમ અનુભવાય છે.
કોણ કહે છે કે, સાથે રહેવાથી જ ખુશી અનુભવાય છે??
_Dhanni