જ્યાં જુઓ ત્યાં દંભ છે કે આખું જગ શતરંજ છે,
હર કદમ પર જંગ છે કે આખું જગ શતરંજ છે.
છે ગુનાખોરી નજર સામે જ તો પણ થાય શું?
મોહરા જ્યાં અંધ છે કે આખું જગ શતરંજ છે.
ફેરવે છે રંગ એ તો વાત વાતે કેમ કે,
સૌ ફરેબી રંગ છે કે આખું જગ શતરંજ છે.
આંસુઓ પર એમનાં કોઈ ભરોસો છે નહીં,
મોતિ ખોટા ઢંગ છે કે આખું જગ શતરંજ છે.
કોણ તું ને કોણ હું છું, હો મથામણ કેટલી?
કો નહીં સંબંધ છે કે આખું જગ શતરંજ છે.
ને તમે શીખી ગયાં થોડો ઘણો છે દંભ તોયે,
ના કશોયે રંજ છે કે આખું જગ શતરંજ છે.
અક્ષ ચાહત તો તડપતી છે મરણ પામી અહીં,
ના ઉઠાવા સ્કંધ છે કે આખું જગ શતરંજ છે.