રાત્રે એક શબ્દ આવ્યો "મુશ્કેલ "
અને સવાર થતાજ કેટલા બધા વિચારોને વાચા મળી ગઈ,
કયાક પ્રેમ ની તો ક્યાંક મીલન અને વિરહ ની, તો ક્યાંક જીવનની નાનીમોટી મુશ્કેલીઓ અને તેના ઉપાયો શીખ્યા,
આ બધુ ખરેખર એટલું મુશ્કેલ છે ખરું?
કદાચ પોતાની જાતને કામમાં નિચોવી દઇએ કે સમય આપીએ તો બધું આપોઆપ થાળે પડી જતુ હોય છે.
તો પછી મુશ્કેલ છે શું?
કદાચ........
એક અપંગ સંતાન ના માતાપિતા હોવુ,
માનસિક વિકલાંગ ના માતાપિતા કે સહોદર હોવુ,
પોતાના સંતાનને અગ્નિદાહ દેવો
મોટી ઉંમરે જીવનસાથી નો સાથ છૂટવો,
સંતાનના સુખ ખાતર જાતેજ વૃદ્ધાશ્રમ જતા રહેવું,
અને છેલ્લે બધીજ સચ્ચાઈ જાણ્યા પછી પણ ચૂપ રહેવું,!!
એક સાથ, એક સમજણ અને થોડા સમર્પણથી કદાચ આપણે આ પણ આસાન તો નહીં પણ સહ્ય તો બનાવીજ શકીએ ને ?
બસ શરૂઆત આપણા નજીકનાજ કરીએ
કોઇ ની મુશ્કેલ સફરમા વધુ નહીં તો થોડો સાથજ દઇએ
શક્ય હોય તો બે- ચાર નિરાંત ના શ્વાસજ દઇએ .
#મુશ્કેલ