ખુશી
____
છાપા માં સમાચાર આવ્યા છે કે દુનિયા માં ખુશી ની ખોટ પડી છે,
આ વાંચી જગત ની લેબોરેટરી વાળા એ . ' ખુશી ' ની શોધ કરવા દોડ મૂકી છે,
અમેરીકા એ તો એક ગોળી બનાવી, જેમાં ૨૪ કલાક ની શક્તિ ભરી છે,
ભોજન અને ઊંઘ ની હવે જરૂર નથી,પ્રગતિ એ હવે દોડ મૂકી છે,
ધન નાં ઢગલા ઉપર હવે એની ખુશી ની છોળ ઉડી છે.
કપડાં ની હવે જરૂર નથી એવી જાપાને પણ શોધ કરી છે,
નાગાપણું હવે નજર નહી આવે,એક બટન દબાવો ને ગંદગી દેખાવા નું બંધ કરી દે છે.
સવારે હા - હા કરતા હસતા રહો,એવું યોગ વાળા કહે છે,
હૈયું તમારૂં ભલે રડે,ચહેરો હસતો રહેશે એવી એકટિંગ ની સ્કુલ ખુલી છે
અણુબોમ્બ કરતા પણ ભયંકર બોમ્બ ની ચાયના એ શોધ કરી છે,
એક ફૂંક મારી જગત ને નષ્ટ કરી દુનિયા પર રાજ કરવું છે. જગત ની સંપતિ લૂંટી ખુશ થવું છે.
મોદી એ કહયું ખુશી ની શોધ ચલાવો આપણે પણ આત્મનિર્ભર થવું છે,
આ સાંભળી સાધુ એ કહયું પહેલા તો મારે ખુદ ને ખુદ થી મળવું છે,
પોતાના ને પોતીકા થઈ ને જાતે મળવું છે,
તમારૂં ભોજન બીજા. ને ધરી ને એની હસી માં મારે મારી ખુશી લેવી છે,
જો મળશે તમારૂં ભોજન મુજ ને તો મારી ખુશી માં તમારી હસી જોવી છે,
આ જ્ઞાન ની વાત છે એમાં વિજ્ઞાન ઘણું દૂર ઉભુ છે,છતાં વિજ્ઞાન એની શોધ કરે છે,
ભુલાઈ ગઈ છે જે સંસ્કૃતિ , એ સંસ્કૃતિ
ની હવે ભારત ખોજ કરે છે.
,