"હું લખું તને, તું લખે મને "
જે લખી એ મળી જતું હોત, તો કેટલું સારૂ હોત.
હું લખું ખુશી તારી, તું લખે પ્રેમ.
હું લખું યાદ તારી, તું લખે મિલન.
હું લખું દોસ્તી તારી, તું લખે જિંદગી ભર.
હું લખું સાથ તારો, તું લખે સગપણ.
હું લખું બંધન તારૂ, તું લખે જન્મો જનમ.
હું લખું "સ્વયમભુ" તને , તું લખે "સ્વયમભુ" મને.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"