#ખુશ
ખુશ તો હું ત્યારે હતી,
જ્યારે બાળપણ માં દિવાળીના
દિવસોમાં ફટાકડા ના ભાગ પાડતા.
ખુશ તો હું ત્યારે હતી,
જ્યારે ઉતરાયણ માં,
તેની આગળ ની રાતે,
પતંગ ની કિન્યા બાંધતા.
ને
ભાઇ ને એક મોટો પતંગ આપી,
બે પતંગ લ ઇ લેતી.
ખુશ તો હું ત્યારે હતી,
જ્યારે દસ પૈસા બચાવી.
આઠ આના ની એક.
dairy milk chocolate
ખાતી.