યાદ છે મને એ દિવસ,
જ્યારે તે આપ્યું હતુ મને પહેલું આલિંગન.....
ખીલી ઉઠી તી ત્યારે,
જ્યારે આપ્યું હતુ તે મને પહેલું આલિંગન.....
રાતરાણીની જેમ મહેકી ઉઠી તી ત્યારે,
જ્યારે આપ્યું હતુ તે મને પહેલું આલિંગન.....
લજામણીની જેમ શરમાઈ ગઈ હતી ત્યારે,
જ્યારે આપ્યું હતુ તે મને પહેલું આલિંગન.....
ખુશીઓથી આંખો છલકાઈ ગઈ હતી ત્યારે,
જ્યારે આપ્યું હતુ તે મને પહેલું આલિંગન.....
ઘડી બેઘડી દિલ ભૂલી ગયુ હતુ ભાન ત્યારે,
જ્યારે આપ્યું હતુ તે મને પહેલું આલિંગન.....
મૌન ધારીને જોઈ રહી તી તને ત્યારે,

રાજેશ્વરી
#ખુશ