પોતાના એહસાસથી લલચાવે છે અમને,
પણ શું કરું હૃદયમાં નથી રાખતા એ અમને.
નજર તો એ કંઈક એવી નજરાવે છે,
કે શરમથી પણ વધુ શરમાવે છે અમને.
અહમ છે કોઈથી ના હારવાનો,
પણ એમની એક મુસ્કાન બધી બાજી હરાવે છે અમને.
નથી આદત દેવાની દાશાર્દ સરીખું કોઈને,
પણ ધરાર લઈ જાય છે છેતરીને અમને.
આતુર રહું છું એમની એક ઝલક પામવા,
પણ વારંવાર એપ્રિલ-ફૂલ બનાવી જાય છે અમને.
- Rina _Variya.