Gujarati Quote in Microfiction by Pradip Gajjar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીતેલી ક્ષણો...

જેવા કાળા વાદળ ઘેરાયા કે હર્ષદ એ આકાશ માં જોયું ને ઉતાવળ માં ગાડી ની ચાવી લય સફેદ કલર નો શર્ટ પેરી જલ્દી નીકળી ગયો ..કારણ હતું એનું લોંગ ડ્રાઇવ એ પણ એની જીવ થી વહાલી એવી એની પૂર્વી ની સાથે .સતત ૭ વરસો થી આમજ ચાલતું આવ્યું છે બંને એ એકબીજા ને પ્રોમિસ આપ્યું છે ગમે તે થાય જ્યારે પણ મોસમ નો પહેલો વરસાદ આવે આપને સફેદ કપડાં પહેરી ને બસ પલરવા નીકળી જવાનું કોઈ પણ બહાનું બતાવ્યા વગર બસ લોંગ ડ્રાઈવ પર...
તૈયાર થઈ ને તે પૂર્વી ના ઘર ની સામે પોચી ગયો થોડી વાર આમ તેમ જોયા બાદ અંદર ની દીવાલ પર નજર પડી જેમાં પૂર્વી ના વિદાય વખતે કરેલા એના બંને હાથો ના કંકુ વાળા પંજા હતા ... એ જોઈ ને એને ફરી યાદ આવી ગયું કે એના લગ્ન થયા ને તો ૨ વર્ષ થઈ ગયા છે ....તે ભીની આંખે પાછો ઘર તરફ વળી ગયો.......

- પ્રદીપ ગજ્જર.

Gujarati Microfiction by Pradip Gajjar : 111523159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now