સાથે હું શું લાવું પાછા ફરીને ઘરે આવું,
જયારે થાકીને હું ઘરે આવું.
બે શબ્દો શ્વાસમાં બે વિશ્વાસમાં લાવું,
જયારે થાકીને હું ઘરે આવું.
આનંદ વિષાદ સુખ દુઃખની ક્ષણો લાવું,
જયારે થાકીને હું ઘરે આવું.
વાત સાથે વાદવિવાદ લાવું,
જયારે થાકીને હું ઘરે આવું.
બે શમણાં સાથે બે આપણા લાવું,
જયારે થાકીને હું ઘરે આવું.
'જનક' આપે મનને નિરાંત એવા ઘરમાં આવું,
જયારે થાકીને હું ઘરે આવું.