Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં બાપ ને ભૂલશો નહીં
_________________


જેના હ્રુદય થી નીકળી તમ સુખ ની ધારા, એને કદી વિસરશો નહી,
જે માં બાપ ની પટરી ઉપર દોડે છે તમ જીવન ગાડી એ પટરી ઓરંગશો નહી,

ભલે આંસુ ન લૂંછો માં - બાપ ના પણ આંસુ કદી પડાવસો નહી,
જેના વગર સાગર પણ સુકો છે,આ હકીકત કદી ભૂલશો નહીં,

થાકેલા હારેલા નો વિસામો છે એ માં - બાપ ,તેને પથ્થર કદી સમજશો નહીં,
જેની ઝરહળે છે જ્યોત તમ જીવન માં એને આગ સમજવા ની ભૂલ કરશો નહીં.

ભલે હો જુગારી તમે જીવન માં પણ માં - બાપ ને દાવ ઉપર મૂકશો નહી,
કરોડો ભલે હોય તમ તિજોરી માં,સેવક બની રહેજો,માલિક કદી બનશો નહીં,

ન હાર, ન ધૂપ , ન દીપ , ન દિવેલ , એની પૂજા માં ચંદન કેસર ની પણ જરૂર નહીં,
થાળ ભરી આપજો હ્રુદય સ્નેહ તમારો, એ પ્રસાદ ધરવા નું ચૂકશો નહી.

Gujarati Poem by Jayvant Bagadia : 111522804
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now