મન તણી મોકળાશ મળે મુજને,
તારા અનહદ પ્રેમમાં...
શબ્દ તણી મોકળાશ મળે મુજને,
તારા એકેક ભીંજવતા ગીતમાં...
રંગ તણી મોકળાશ મળે મુજને,
તારા લાલ ચટ્ટક સિંદૂર માં...
એવી અજબ ગજબ રીત તારી પ્રીત તણી,
આપે મોકળાશ મને આભને આંબવાની....
***********************
Dhruti Mehta (અસમંજસ)