Gujarati Quote in Poem by Jay Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રકૃતિની પોકાર
--------------------------------------------------------------------------------------------------------------------------------------------

દીધું છે વરદાન તને બુધ્ધિ જીવી બની જીવવા માટે,
પ્રાણીઓ અને પક્ષીઓ વચ્ચે સામાજિક સંબંધ કેળવવા માટે;

આદિ કાળ માં તું ક્રાંતિ સ્વરૂપે અગ્નિદેવ ને પુંજવા લાગ્યો,
કળજુગ માં તો જીવો ને પણ ભોજન સ્વરૂપે નિરખવા લાગ્યો;

કદાચિત ચક્રની ક્રાંતિએ જીવન માં તારી ઝડપ વધારી,
સુખ,સાહેબી અને સમૃધ્ધિ માટે શરીર ની તે જાળવણી ઘટાડી;

ફળફળાદી ભોજન માં પ્રભુએ તને સામેથી ચાલી ને આપ્યા,
તેનો તો તે ત્યાગ કરીને ભોજનમાં પશુઓ ને કાપ્યા;

કીધો છે તે સર્વનાશ પૃથ્વીનો આ પશુઓ ને કાપી,
સુકાયેલી તણખલી માં તે ચિંગારી દઈને આગ ચાંપી;

રડી રહી છે માં ધરા ત્રાહિમામ પોકારી ને,
થશે તારો નાશ મનુષ્ય એ જ પ્રાણીને ખાઈ ને;

સત્ય બની છે માંની વાણી કાળ આપણો આવ્યો છે,
જેને તું ભોજન ગણાતો એ પ્રાણી જ મહામારી લાવ્યો છે;

વિશ્વ આખું ઘરમાં છે અને પ્રાણીઓ આવ્યા છે બહાર,
હે માનવી આ કંઇ જ નહિ, પ્રકૃતિનો તવ પર છે પ્રહાર;

હાર માની લે માનવી તું પ્રકૃતિની શરણે જા,
પ્રાણીઓની હત્યાના દંડે, પ્રભૂપિતાના ચરણે જા;

સ્થગિત થઈ છે તારી ગતિ એને લાભ તું સમજતો જા,
છોડી ને પશુઓનો આહાર, પ્રકૃતિ તરફ તું વળતો જા.

છોડી ને પશુઓનો આહાર, પ્રકૃતિ તરફ તું વળતો જા.

છોડી ને પશુઓનો આહાર, પ્રકૃતિ તરફ તું વળતો જા.

Gujarati Poem by Jay Desai : 111522739
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now