આપી કુરબાની સરહદ પર જે રક્તનું અર્ધ ચડાવે છે,
છોડી પરિવાર જે માદર-એ-વતનની ફરજ નિભાવે છે.
છે બે'ક ઉંદર જે આવી જાય છે રોજ રોજ દેશી અંદર,
એ શત્રુઓની મનોકામના તોડી, જે શત્રુઓને હંફાવે છે.
આ ધરતી એટલે જ રહી છે આજ સુધી આઝાદ દોસ્ત,
ભારતમાતાનો દીકરો હમીદ ટેંકોની સામે બંદૂક લડાવે છે.
અમેરિકાની બિન પર નાચતા પડોશી પણ ભયભીત છે,
દેશના વીરોની બહાદુરી સામે નેવું હજાર શીશ ઝુકાવે છે.
અમે આપ્યા છે બુદ્ધ જગતને, અમે કહ્યો શાંતિનો સંદેશ,
પણ એ શત્રુ જીવતા નથી જતા જે સામેથી યુદ્ધ લાવે છે.
ત્યાં બરફની નીચે જીવતા રહ્યો દિવસો સુધી હનુમંતથપ્પા,
હેમરાજ મસ્તક આપી પોતાનું, અદ્ભૂત શૌર્ય બતાવે છે.
પણ મનોજ આઝાદી કાળથી ષડયંત્ર થઈ રહ્યા છે દેશમાં,
આપે રક્ત દેશના જવાન, રાજનીતિ એમ ગુલ ખીલવે છે.
મનોજ સંતોકી માનસ
#અર્ધ