Gujarati Quote in Thought by Chirag Solanki

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વેદના,વ્યથા અને દર્દ કેટલીક વાર ચારે તરફથી ઘેરી લે છે.દિલ ને ઠેસ વાગે પછી કળ વળતાં બહુ વાર લાગે છે.અમુક ઘા રૂજાતા નથી, એ વકરતાં રહે છે.દિલ પર પડેલાં ઉઝરડા દેખાતા નથી, માત્ર મહેસૂસ થાય છે.

કેટલીક ઠેસ અજાણતાં વાગે છે.અને અમુક ચોટ ઈરાદાપૂર્વક ની હોય છે.

જ્યારે વ્યક્તિ ને શારીરિક ઈજા થાય તો જલદી સાજા થઈ જવાય છે.શારીરિક ઘા જલદી રૂજાઈ જાય છે.

પણ જ્યારે વાત લાગણીઓ કે ભાવના ની આવે ત્યારે લાગણીઓ પર પડેલી ઠેસ નાં ઘા જલદી રૂજાતા નથી,એ વકરતાં જ રહે છે.

તેથી જ શારીરિક ઘા માં વ્યક્તિ જલદી સાજા થઈ જાય છે, પરંતુ લાગણીઓ પર વાગેલી ઠેસ નાં ઘા ક્યારેય સાજા થતાં નથી.

#સાજા -થાઓ

Gujarati Thought by Chirag Solanki : 111521995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now