દોડ સંપતિ ની
__________
ગામડા ભાંગી ને વસ્તી એણે શહેરો માં વસાવી છે,
જાણે કે મરવા માટે એણે પહેલે થી કબરો બનાવી છે,
પહાડો અને જંગલો કાપી એણે બ્રીજ અને ગગન ચુંબી ઇમારત બનાવી છે,
અશાંતિ નાં અહેસાસ વચ્ચે લાગે છે કે સ્મશાન ની જગા બનાવી છે,
સમય થી પણ આગળ દોડતા દોડતા માનવી એ એવી જીંદગી બનાવી છે,
દોડતા દોડતા એવું લાગે છે કે એણે હાડપિંજર ની રેસ લગાવી છે,
અંદર થી મર્યા પછી પણ માનવી એ જીંદગી ચલાવી છે,
જાણે કે જીવવા માટે એણે જીંદગી સાથે સમજૂતી કરાવી છે,
કોરોના આ બિમારી સામે ઈલાજ આપે છે, કોઈક સંદેશ આપે છે,
કોરોના કરતા પણ ભયંકર બિમારી થી સાજા થાવ એવી ભાવના ભાખે છે.
#સાજા -થાઓ