Gujarati Quote in Poem by Jogi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉજાગરો છે ઝાંકળ ને
સૂરજને કહેજો વ્હેલો ન આવે,
પાંદડે પાંદડે પોઢી છે ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો...

રાત ભર વરસી બાંધતી નાતો,
ને પછી કરતી તેના મિલાપ ની વાતો,
અરે સાંભળે તેને સાંભળવા દેજો,
ઝાંકળ ને થોડું સુવા દેજો...

વગડે વગડે થાય છે વાતો,
કે વળી ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?
થાય તે વાતો થવાં દેજો,
ઝાકળને થોડું સુવા દેજો..

પાવન પવિત્ર બની તેને વહેવાનું કેજો,
પછી તેની જ મોજ માં તેને મ્હાલવા દેજો,
જુઓ તો સૂર્ય જોતા જ કેમ શરમાય જાય છે,
ખબર નઈ કેમ પણ એની નાદાની ને "દાદ"દેવાય જાય છે.
પાંદડે પાંદડે પોઢી છે ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો...

-ક્રિપાલસિંહ(અર્ણવ)



#સાજા -થાઓ

Gujarati Poem by Jogi : 111521806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now