કુરબાની આપી તમારા શ્વાસોની,
અમારા આજના મુક્ત શ્વાસો માટે.
રહ્યા ઉધાર અમારા શ્વાસો,
આપણા અખંડ ભારતના નિર્માણ માટે.
પ્રણામ છે તમારી જનેતાને,
જન્મ આપ્યો તમને દેશ-સેવા માટે.
વંદન છે તમારા પરિવારને,
જેના બળે દાખવ્યું શૌર્ય દેશ માટે.
સલામ છે તમારા જુસ્સાને,
કાયરોને ભગાડી અપાવ્યો વિજયદિવસ દેશ માટે.