પરલોક સીધાવી ગયેલી બહેની ની રક્ષાબંધન, ભાઈ ને રાખડી બાંધવા સૂરજ ને પેલે પાર થી આવી ચડેલી બહેન:
સૂરજ ની પેલે પાર રક્ષાબંધન
______________________
શ્વાસની દોર તૂટી તો સ્નેહ નાં તાંતણે ગૂંથી છે તુજ કર કમલ માં બાંધવા ને,
યાદ કર્યા તમે શુભ અવસરે, આભથી ઉડતી આવી બંને પાંખો ફેલાવી ને,
સૂરજ નાં કિરણો મઢી, ચન્દ્રમાં ની ચાંદની પુરી, રાખડી બનાવી ભાવના નાં ભાવ ભરી ને,
આસમાન નાં તારલા ભર્યા,રોશન બને તમ જીવન ખુશી સદા છલકાવી ને ,
રાખડી માં ખુશ્બૂ ભરી ગુલશન નાં ફૂલો મહેકાવી ને,રચી રંગોળી મેઘ ધનુષ નાં રંગો પુરાવી ને,
તમ સપના ઓ બધા સાકાર થાય,સુખ સાથે તમ જીવન માં પાંખો ફેલાવી ને,
જન્મ થી મરણ સુધી 'હર્ષા ' ની આશ રહી, તમ મુખડું હસતા જોવા ને,
હ્રુદય નાં આશિષ લઈ ને મોકલું છું,મુજ હૈયા નાં વહેતા મહાસાગર ને.