(સામાન્યો માટે)
ખાવ તાજું ભાણું રોજ,વાપરો ઘર- આંગણની ઔષધિ
સાજા થાઓ, તાજા થાઓ, આરોગ્યનીકરી જાળવણી
(રાજકારણીઓ માટે)
સત્તા, સંપત્તિ ને સ્વાર્થ માટે બહુ કર્યા જેમણે ઉધામા,
આશા રાખીએ એવા રોગિષ્ટો તમે હવે સાજા થાઓ.
(સાત્વિકો માટે)
છ વિકારો માનવજાતને શાશ્વત કાળથી પીડે,
શોધે ઉપાય જે વીરલા, એને યોગસૂત્રમાં જડે.
વર્ષા શાહ
#સાજા -થાઓ