કેમ કરી સમજાવું પપ્પા,
મહત્વ આપનાં પીતૃત્વનું!
જોઇ છે આ દુનિયાને,
હાથ આપનો પકડીને!
પામી છું એ સ્નેહ સઘળો,
દીકરી આપની જન્મીને!
પૂરાં કર્યા છે મેં સપનાંઓને,
લાડલી આપની બનીને!
મેળવ્યું છે આજે સઘળું,
પ્રતિકૃતિ આપની સર્જીને!
કહે છે સૌ કોઈ આ દુનિયામાં,
દીકરી બાપના દિલનો ધબકાર!
કહેવું છે મારે આજે બધાને,
છે મારા પપ્પા મારો આત્મવિશ્વાસ!
લી. તમારી લાડું,
મારા વ્હાલા પપ્પા...મારા બાપુ..🤗🤗😍😍😘😘