કેમ કરી સમજાવું માઁ,
મહત્વ તારી મમતાનું!
હું તારામાં તું મારામાં,
અસ્તિત્વ એકબીજામાં!
હું તારી પડછાઈ માઁ,
તું પ્રકાશપુંજ મારી!
હું નખશીખ તારા જેવી માઁ,
તું ઘડવૈયા મારી!
હું તારી આંખનાં શમણાં,
તું અમીમય આંખ મારી!
એજ હું તને સમજાવું માઁ,
તારા શમણાં એ જ મારા!
લી. તારી લાડુબાઈ,
મારી વ્હાલી માઁ..🤗🤗😍😍