કાળી રે માટી નો આ દીવડો અજવાળ્યો રે
કોકે ટુંકી તો કોકે લાંબી રે વાટથી બાળ્યો રે
આ દિવડાને સફેદ કે લાલ રંગથી સજાવ્યો રે
આ રંગ વગરનો દીવડો કોઈએ ન ગમાડ્યો રે
કોકે ઘી કે તેલ ભરી હળવેકથી છલકાવ્યો રે
બૂજે ના દીવડો કોકે ઊંચે ગોખલે ચઢાવ્યો રે
ડૂબતા સૂરજે ઘોર અંધારમાં સળગાવ્યો રે
ચઢતાં સૂરજે ફરી મને ગોખલેથી ઉતાર્યો રે
હવે નથી રહ્યું દિવડાનું મહત્વ તહેવારોમાં રે
બનાવટ, ઓપચારિક્તા હવે દિવડે આવી રે
સાજા-થાઓ આ દિવડા કોણ તમને વગોવે રે
દીવા અને વાટ નો વર્ષોથી સબંધ કોણ તોડે રે
#સાજા -થાઓ