ચાલ ચાલી નીકળીયે હુ ને તું
એકબીજામાં ભળીયે હું ને તું.
પ્રેમ ભીડાય જાશુ બાથમાં
છેક ભીતર ઓગળીયે હું ને તું.
પ્રેમનો વરસાદ પડતો આભથી
રાતભર ભીજાશુ ફળીયે હું ને તું.
ચોઘડીયા કોણ જોવે ચાલને?
પ્રેમ માં રોજ પડીયે હું ને તું.
છોડ ને દુનિયાની ખરીખોટી રસમ
ચાલ સપનાં માં મળીયે હું ને તું.