Gujarati Quote in Motivational by Bhumika Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સુરત છે

દર છ મહિને - વર્ષે આગ લાગે
દર ચાર - છ વર્ષે રેલ આવે,
પંદર - વીશ વર્ષે મહામારી મારે,
સુરતની આ કથની છે

રેલ સાથે ઋણાનુબંધ છે,
આગ સાથે અણબનાવ છે,
મહામારી એની મહેમાન છે,
સુરતની આ બદનસીબી છે

છતાં સુરતી ફરી ઉભો થશે,
બમણા જોરે ફરી દોડશે
દેશ-વિદેશમાં નામ કમાશે,
સુરતની આ ખુમારી છે

આફતે આફતે અવસર શોધશે,
અવસરને આવકમાં ફેરવશે,
બેલેન્સશીટ ને તગડી કરશે,
સુરતની આ કિમિયાગિરિ છે

ફરી પોંક પતંગ ને પાપડીની સીઝન આવશે,
સહકુટુંબ ફૂટપાથ પર બેસી ઘારી ખાશે, ને
"એની માંને....." કોરોનાને ગાળ આપશે,
સુરતની આ સંસ્કૃતિ છે

"આ સમય પણ વહી જશે",
તાપીના બન્ને કાંઠા છલોછલ હરખાશે,
મન "મોર" બની ફરી થનગનાટ કરશે
સુરતની આ પ્રકૃતિ છે

Gujarati Motivational by Bhumika Vyas : 111520893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now