સંઘરીને રાખ્યું છે મેં યાદોનો પીટારો ,
ફરી એ સમય મળે કે ના મળે......
સંઘરીને રાખી છે તે મીઠી સ્મૃતિઓ,
ફરી એવી મીઠી સ્મૃતિઓ બને કે ના બને.....
સંઘરીને રાખ્યો છે તે વિતેલો સમય યાદોમાં,
ફરી એ સમય તું આપે કે ના આપે .....
સંઘરીને રાખી છે તે વાતોને કવિતારૂપે શબ્દોમાં,
ફરી હવે એ વાત થાય કે ના થાય .....
સંઘરીને રાખી છે મનમાં અનેક વાતો, મીઠા ઝગડાઓ , યાદો જૂની સ્મૃતિઓ .....
સંઘરીને રાખયો છે તારા વ્હાલ ને મારા હદયમાં ,
ફરી તારો વ્હાલો મળે કે ના મળે ......
સંઘરી રાખ્યું છે તને ,
મારા કવિતારૂપે શબ્દોમાં .....
સંઘરીને રાખ્યો છે તને ,
મારા હદયમાં (◍•ᴗ•◍)❤
✍️ Dhara vyas ✍️
#સંઘરવું