રાખડી
_____
વિશાળ ધરતી અને વિશાળ આસમાન છે,
વિશાળ આ જગત જનની જનેતા છે,
વિશાળ મુજ હ્રુદય માં સંઘરેલી આ રાખડી છે.
મેઘ ધનુષ નાં સાત રંગો થી મઢી છે આ રાખડી,
હ્રુદય નાં તાંતણે થી ગૂંથી છે આ રાખડી,
હૈયા નાં હેત થી સુગંધિત છે આ રાખડી,
જગત નાં કોઈ પણ રોગ ની દવા છે આ રાખડી,
સેનાટાઈઝર કરતા પણ અક્સીર છે આ રાખડી,
કોરોના ની કોઈ દવા નથી પણ એમ્યુનીટી
છે આ રાખડી,
સંઘરેલા સ્નેહ નાં વહેણ થી વહેતી આ રાખડી,
જગત નાં કોઈ પણ યુઘ્ધ ની તલવાર છે આ રાખડી,
જગત નાં માત નો આશીર્વાદ છે આ રાખડી,
બહેની નાં હાથ ની જીવન અમૃત છે આ રાખડી,
સંબંધો ની દોર ને બાંધે છે આ રાખડી.
#સંઘરવું