રંગભરેલી પિંછી લઉં ને,
કાગળ કોરો કટ્..,
એક ઘસરકો એવો દઉં કે,
ઉપસે જીવન પટ્..,
આહા...હા...હા...ઉપસે જીવન પટ્ .
રંગબેરંગી મોરપિંચ્છ સા ,
રંગો ઢોળી દઉં ,
કોરાકટ્ આ જીવનમાં સઘળા રંગો ઘોળી દઉં.
કાળા ડિબાંગ વાદળો ઘેરાયા,
જીવન ઉપવનમાં મારાં કાંટા વેરાયા,
એક ઘસરકો એવો દઉં કે....
ઈન્દ્રધનુષ રચાય,
આહા...હા...હા...એવું મેઘધનુષ રચાય
જીવનમાં મેઘધનુષ રચાય....🌈🌈🌈