જન્મ થયો ખૂબ જ રડયો પછી,
હસતા રમતા, ખિલખિલાટ કરતા,
મળ્યો સર્વનો મીઠો મધુરો, પ્રેમ,લાડ
કુંટુંબ પાસેથી વહાલ સંઘરી લીધો.
શાળાએ ગયો આનાકાની કરતા,
મિત્રો સાથે કર્યો પ્રેમ ને મીઠી લડાઈ,
શિક્ષકે આપ્યું ભણતર ને જીવતર,
આપેલો જીવનનો પાઠ સંઘરી લીધો.
નોકરી મેળવવા ખાઘા ખૂબ જ ધક્કા,
મળી નોકરી નૈતિકતા, ફરજો નિભાવી,
સમયનું મહત્વને સારીરીતે સમજી,
જીવનના તમામ મૂલ્યો સંઘરી લીધા.
લગ્ન થયા ને નવા જીવનની કરી શરૂઆત,
પત્ની, બાળકોનો પ્રેમ પામી થયો તરબતોળ,
પીડા સહન કરી કુંટુંબ માટે જીવતા શીખ્યો,
ત્યાગ,બલિદાન,પ્રેમને જીવનમાં સંઘરી લીધા.
માતા-પિતા થયા વૃધ્ધ ને થયા કમજોર
જાત્રા કરાવી ચાર તીર્થ ની થયા ખુબ ખુશ,
રોજે રોજ પ્રેમથી સેવા - ચાકરી પણ કર્યા,
તેઓના આપેલ આર્શીવાદ સંઘરી લીધા.
- ઈશા કંથારીયા ✒ 📄
#સંઘરવું