મળીને તારી અને મારી હથેળી...ઘડે મોટો ચંદ્રમા ,
ભળીને તારી ખનક અને મારી કણસ..રચે સુર સાત.
કુંપળ તારી મુરઝાઈ ન જાય તેના માટે હું પથ્થર બન્યો..
તડકો તને તોય હાથતાળી આપે એમાં શું મારો વાંક.
તને જાણે,તને સાચવે એવો દરકારી માંગ વાન્ધો નય...
પેલા ખુદને માણવા દે જે... સપનાં નો એને પણ છે સાથ.
તારુ પીંછું અને મારો કેન્વાસ.. વચનોની કિનાર હશે..
સંભાળજે વસવસા ની ભિનાશ ચિત્ર બગાડે નહીં.