સબંધો સંઘરો નહી મુઠ્ઠીમાં છુટા મુકી તરાશો, સાચા ખોટા પરખાય જશે.સાચા સબંધો તમારી લાગણીઓની ઊંડાઈ ને માપી હૃદય સુધી પહોંચશે,ખોટાઓ છીછરા સબંધો કિનારે બેસી કંકર વીણશે,તમારી લાગણીઓની મજાક ઉડાડશે,તમારામાં થી પોળા કાઢશે.ખોટા સબંધો દુર થી ડુંગર રળિયામણા,પાસે જઈએ તો પત્થરો ને કાંકરા,દુર રહી ને મોટી મોટી વાતો કરે,મારા મારા કહીને હાથ ફેલાવે, પાસે આવે ત્યારે ઠોકર મારી દુર ભાગે,અળખામણા કહીને અળગા કરે. તળિયા વગરની કડાઈ જેવા સબંધો નો ક્યારેય ભરોશો ન કરાય, વજન આવે એ બાજુ નમી જાય.સબંધો ને ક્ષિતિજ સુધી ક્યારેય ન ખેંચાય. ક્ષિતિજે પહોચેલા સબંધો રમણીય અને મનમોહક લાગે. સાથે આભાશી પ્રક્રિયા રચાય, ચાલે સાથોસાથ પણ બે છેડા કદી ભેગા ન થાય.
#સંઘરવું