જૂનું ઘર ફંફોસતા આનંદ મળ્યો
સ્મરણ ભીનો, સામાન મળ્યો
પૂરખોની છબીમાં હું ખુદને મળ્યો
એકાંતનો આજે સથવારો મળ્યો
છત પર તૂટેલા નળીયાના અજવાળે
જીવનના અંધકારથી છુટકારો મળ્યો.
જૂની ફાનસ, દદાજીનો શાહી હુક્કો,
ને જૂની સંઘરેલી લોખંડી પતરાની પેટી
બધુજ સંઘરી રાખ્યું છે લોહીના સંબંધનું
વસ્તુ સાથે મારે આત્માનો સબંધ મળ્યો
જ્યાં રમતું વીત્યું મુજ શૈશવ લીપણની દીવાલોમાં
આજે કેદ થયું છે મુજ યોવન ઈંટોની દીવાલોમાં
#સંઘરવું