ક્યારેક ટોણામાં કપાશે
ક્યારેક પ્રશંસામાં કપાશે
જિંદગી છે યારો પળ પળ ઘટશે
પામવા માટે કંઈ નથી
અને લઈ જવા માટે પણ કંઈ નથી
પછી કેમ ચિંતા કરો છો?
આનાથી તો માત્ર ખૂબસૂરતી ઘટશે
આ જિંદગી છે યારો પળ પળ ઘટશે
જિંદગીમાં સારો ઝઘડો જ ઇચ્છાઓ નો છે
ના કોઈને દુઃખ જોઈએ
અને ના કોઈને ઓછું જોઈએ
ખખડાવતા રહીએ દરવાજા
એકબીજાના મનના
મુલાકાતો ભલે ના થાય
તેની આહટ આવતી રહેતી હોવી જોઈએ.
ઊડી જઈશું એક દિવસ
તસ્વીરમાં થી રંગો ની જેમ
આપણે સમય ની અણી પર
બેઠા છીએ પરિંદાઓ ની જેમ.
- કેયુર શાહ