આ જિંદગીની રંગમંચનો એવો કલાકાર છું,
જ્યાં હિંમત ને ધીરજ પર વિશ્વાસ રાખું છું,
ગળપણ જીભમાં, અવસર આંખમાં રાખું છું.
પારખ્યો છે જેમણે મને, વેઢે હિસાબ રાખું છું.
પ્રકાશને મૂલવવા દિલે, ઘનઘોર તિમિર રાખું છું
ઘણું બધું હારીને, હું પોતાને બાજીગર રાખું છું
લાભ-હાનિ એ ઊછાંછળાપણુંની નિશાની છે,
ગહન મોતી વિણેતો,હું દિલે મરજીવો રાખું છું
એ વ્યક્તિ આગળ નીકળે, જે જીગર રાખે છે
પથ્થરની લકીર સમ, સફળતાના તીર રાખું છું.
#લાભ