ગુજરાતમાં એક તરફ સંક્રમણ વધી રહ્યું છે અને લોકો જે રીતે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરતા નથી તેમાં હાઇકોર્ટે આજે આકરી ભાષામાં આક્રોશ વ્યકત કરતાં સરકારને માસ્ક નહી પહેરવાનો દંડ રૂા.1000 કરવા જણાવ્યું હતું.
હાઇકોર્ટે કહ્યું હતું કે જયારે સામુહિક લોકહિતનો પ્રશ્ન હોય તો થોડા લોકો વિરોધ કરે તેની ચિંતા કરવાની જરૂર નથી. હાઇકોર્ટે આ ઉપરાંત ગુજરાતમાં બહારથી આવતા લોકોને રોકવાની પણ આવશ્યકતા દર્શાવી હતી.
રાજયમાં જે રીતે કોરોના સંકમણ વધી રહ્યું છે અને તેમ છતાં સરકાર દ્વારા ચૂંટણી સહિતના રાજકીય કાર્યક્રમો યોજવાની તૈયારી છે તે અંગેની એક રીટમાં હાઇકોર્ટે વિચારણા કરતા પહેલા સરકારને ટકોર કરી જણાવ્યું હતું કે તમારે કોરોના સંક્રમણની ચિંતા કરવાની છે. લોકોની ચિંતા કરવા માટે થોડા લોકો નારાજ થાય તો તેમાં કોઇ ચિંતા કરવાની જરૂર નથી.