*ઋણાનુબંધ સિવાય કોઈ પણ વ્યક્તિ*
*કોઈના સંપર્કમાં આવતું જ નથી...*
*એટલે જ*
*જે સંબંધો છે તેને સહનશીલ બનીને સાચવવા...!!*
*ફરિયાદ કરીને સંબંધના મૂળ ઉખાડવા કરતાં,*
*ફરી યાદ* *કરીને સંબધને પોષણ આપીએ...નિભાવીએ...!!*
*એવું નથી કે સંબંધને,*
*સાચવવા બુધ્ધિ જોઈએ,*
*એના માટે ફક્ત આપણા,*
*હ્રદયની શુધ્ધિ જોઈએ...!!*
*મીઠા શબ્દોના ખાલી બે ટીપા..*
*સંબંધોને કડવો થતા અટકાવે છે..!!*
*સ્વમાન ભુલીને પણ જ્યારે સંબંધ સાચવતા શીખી જશો,*
*ખરેખર ત્યારે તમે ખુદની નજરમાં નિખરી જશો !!*