#લાભ
કંઈક બનવાની જીવનમાં આશ છે,
મારી ભીતર કોઇ તો અજવાશ છે.
કોઈનું અપમાન ના કરતા કદી,
સૌ ની ભીતર પ્રભુનો વાસ છે,
કર્મ ખોટા કરતા રોકે છે એ મને,
ભીતરે બેસેલો એ કોઈ તો ખાસ છે.
બધું મળી જશે અહીં આરામથી,
માનવીનો એ માત્ર આભાસ છે,
જીવી લેજો મનથી જે છે એમાં,
એક દી તનનો થવાનો નાશ છે.
જે કરે સેવા હૃદય થી આ લોકની,
એ જ તો ઈશ્વર નો સાચો દાસ છે.
અનિતિની માયામાં ફસાયેલ માનવી, જાણી લે
આત્મા ને અશુદ્ધ કરવામાં ક્યાં કઈ "લાભ" છે..