ના હુ નોકરિયાત, ના હુ ધંધાદારી,
તો પણ હુ છું મોટી ધંધાદારી,
થશે મન મા એક સવાલ,
નથી તો પણ છે આ શુ?
ચાલો સમજાવું તમને આજ,
હુ ચલાવું ઘર ની કંપની,
જયાં મારી પોસ્ટ અનેરી,
ક્યારેક છું હુ હોમ મિનિસ્ટર,
ક્યારેક છું હુ કર્મચારી અહિ,
ક્યારેક હુ સલાહકાર, કયારેક હુ શિક્ષક,
ક્યારેક હુ પરિચારીકા, ક્યારેક હુ તબીબ,
નિભાવું હુ અહિ સઘળી પોસ્ટ,
નાં મળે વેતન અહિ રૂપિયા થકી,
મળે વેતન અહિ સ્નેહ નું,
મળે વેતન અહિ આશિર્વાદ નું,
મૂલ્ય છે મારા માટે એનું ઘણુ,
જીવન ની છે એજ મારી સાચી કમાણી,
જયાં છે હંમેશા મને લાભ જ લાભ....
રાજેશ્વરી
#લાભ