સમાનતા.... પુરુષ અને સ્ત્રી !
દરેક ને જો સરખાં કરશો તો ક્યાંય પણ 'મીઠુ' નહીં રહે. સમાજ 'ઊન્ધીયુ' છે.જોકે આ બહું જ સેન્સિટીવ વિષય છે. આખિર આ ચર્ચા ક્યાંથી ઉપજી ?. કારણ છે વિદેશી વિચારો નો મારો .. પણ તે ત્યાં કેમ આવી એ પણ જાણવા જેવું છે.વર્ષો પછી જ્યારે ત્યાં આઝાદીની હવા ચાલી ત્યારે પુરુષ સમાજ આગળ હતો અને સ્ત્રી એ તેની સમોવડી થવા તેમના જેવું જ ચાલચલન કરવા લાગી કારણ કે તેમની પાસે પુરુષ 'જેવુ' થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પુરુષ જેવુ શરીર, કપડાં,કામ, બોલી બધું જ અનુસરવા લાગી કારણ કે 'નકલ કો અકલ નહીં હોતી'. પણ ભારતમાં સ્ત્રીઓ ની વ્યવસ્થા અલગ જ હતી તેમનો સ્થાન પુરુષ સમોવડુ જ હતું.મહિલા સંગીત,નૂત્ય, સુશોભન, ખાનપાન બધામાં પારંગત હતી.પુરાણો ૧૬ અને ૩૬ કળાઓમાં આ બધી કળા સ્ત્રી ને જ સમર્પિત છે.
પુરુષ નુ મન સ્વામીત્વ માંગે છે જ્યારે સ્ત્રી નું ત્યાગની મહિમા વાળું છે.સંસાર ને આ બેય વસ્તુ ની જરૂર છે.પણ સ્વામિત્વ નુ સ્થાન અહં અને ત્યાગ નુ સ્થાન સહનશીલતા એ લય લીધું.લાગણી ની જગ્યા એ સંપતિ, રક્ષા ની કિંમત વધી ગય અને સ્ત્રી પુરુષ થી નીચે આવી ગયુ અને આઝાદી પછી આવી વિદેશી વિચારો ની વાત.
ભારત હોય કે વિદેશ....બધી જગ્યાએ ઘણી સ્ત્રીઓ પોતાને પુરુષ બનાવવામાં જ લાગી છે પણ જ્યાં સુધી સ્ત્રી પોતાના મનની અસલી કળા નહીં જાણે ત્યાં સુધી સ્ત્રી પોતે સમાનતા ના નામે પુરુષ બનતી જશે જે ખુદ તેમના સ્ત્રીત્વ અને સમાજ માટે ઘાતક સાબિત થશે.
કારણ કે જ્યાં પુરુષ નુ બળ કામમાં આવે છે ત્યાં સ્ત્રી પોતાના જ કારણે નકામી સાબિત થશે પણ આને કારણે સ્ત્રી એ નિરાશ ન થયને એ કામને કરવુ જોઈએ કે જેમાં એ જન્મજાત નિપુણ છે.
કહેવાય છે કે સ્ત્રી ને સમજવી અઘરી છે પણ અત્યારે તો સ્ત્રી જો પોતાને સમજે તો પણ સારુ જ કહી શકાય.
છેલ્લી વાત: પુરુષ લામ્બુ વિચારી નથી શકતો અને સ્ત્રી આખા સમાજને ધ્યાનમાં લય શકે છે સાથે સાથે સ્ત્રી એના જ લીધે પોતાનો સ્વાર્થ નથી જોતી અને પુરુષ તેમની લંકા માટે બધું જ કરી જાણે છે.
સ્ત્રી ને રડવા માટે કોઈ નો ખંભો જોશે જ અને પુરુષ ને રડવા માટે કોઈ નો ખોળો તો જોશે જ.