Gujarati Quote in Blog by Tr. Mrs. Snehal Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂત - નામ સાંભળતા જ ગભરામણ થઈ જાય. કોઈએ જોયું નથી તે છતાં પણ ગભરાઈ તો જાય જ છે. કેટલાંક ઢોંગી લોકો ભૂત ભગાવવાનાં બહાને કેટલાય લોકો પાસેથી પૈસા ખંખેરી લે છે. હકીકતમાં ભૂત એ બીજુ કંઈ નહીં પણ આપણામાં રહેલો ડર છે, જેને કોઈ પણ બહારની વ્યક્તિ દૂર કરી શકતી નથી. આપણે જાતે જ એમાંથી બહાર આવવું પડે છે.
કેટલાંકને કામ કરવાનું ભૂત વળગે છે તો કેટલાંકને સાફસફાઈ કરવાનું. કોઈને ભણવાનું ભૂત વળગે છે તો કેટલાકને ફરવાનું.
કોઈને વળી ભક્તિ કરવાનું ભૂત વળગે છે, તો કોઈને પ્રેમનું ભૂત વળગે છે. હું માનું છું કે અંધશ્રદ્ધાનાં ભૂત કરતાં આ બધાં ભૂત સારા છે.
જયાં સુધી આપણામાં આત્મવિશ્વાસ નહીં હોય ત્યાં સુધી ભયરૂપી ભૂત ક્યારેય આપણો પીછો છોડવાનો નથી. આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે જ્યારે આપણે પ્રામાણિકતાથી મહેનત કરીએ છીએ. પોતાનાં ધ્યેય સુધી પહોંચવામાં આવતી તમામ મુસીબતોનો ચતુરાઈપૂર્વક સામનો કરવો પડે છે. ત્યાં ડર નામનું ભૂત આવી જશે તો આપોઆપ ડગલું પાછળ જશે.
#ભૂત

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111518116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now